RIP Message in Gujarati
આપની હયાતી અમારી પ્રેરણા હતી,
આપના આદર્શ અમારા માર્ગદર્શક હતા,
આપનો લાગણીશીલ સ્વભાવ, કુંટુંબભાવના,
ઉચ્ચ વિચારો અમો જીવનભર ભૂલીશું નહી,
પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના.🌷
તમારી માતાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું,
મારી ગહન સહાનુભૂતિ તમને અને તમારા પરિવાર માટે છે.💐ભગવાન તમારા માતાના દિવ્ય આત્માને શાંતિ આપે💐
મને તમારી બહેન/ભાઈને જાણવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. તે/તેણી એક વિશેષ વ્યક્તિ હતી.
🌹ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે🌹
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે. હું પ્રાર્થના કરું છું કે,
ભગવાન તમારી આત્મા ને શાંતિ અને તમારા પરિવાર ને શક્તિ આપે.🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏
મારી પાસે તમારા માતા/પિતા ની બાળપણની અમૂલ્ય યાદો છે. હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐
વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ
સત્યના રાહ પર જીવન વિતાવ્યું આપે, પવિત્રતા સભર
પુરૂષાર્થથી જીવન વિતાવ્યું આપે, સાદગી અને સેવા થકી
જીવન સજાવ્યું આપે, સાર્થક કર્યુ માનવ જીવન, જીવી
બતાવ્યું આપે. શ્રધ્ધાંજલી સાથે પ્રભુ આપના દિવ્ય
આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સહ…💐
રડી પડે છે આંખો અમારી જોઈને તસ્વીર તમારી, જીવન એવું
જીવી ગયા કે મૃત્યુ પણ શરમાઈ ગયું, જીવન જીવ્યા ટુકું પરંતું
શ્રેષ્ઠ જીવી ગચાં, સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં
રાખી ગયા. પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌸
પરિવાર જેનું મંદિર હતું,
સ્નેહ જેની શકિત હતી,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું,
પરમાર્થ જેની ભકિત હતી
એવા આપના આત્માને ઇશ્વર
શાંતિ અર્પે એજ પ્રાર્થના…🌷
પળે પળે યાદ આવશે અમને,
સદાચ તમારી ખોટ રહેશે અમને.દેહથી ભલે દુર થયા તમે,
સદાય અમારા હૃદયમાં વસો છો.💐 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 💐
આ પણ જુઓ:-
તમારૂ જીવન અમારી પ્રેરણા, તમારા કાર્યો અમારું ભવિષ્ય તથા
તમારી શકિત અમારું જીવન બની જશે. અમારા અશ્રુની ધારા
તમારા ચરણે અર્પણ કરીએ છીએ. ભુલાઇ જશે બધુ પણ તમો
કદી ભુલાશો નહીં આપની પ્રેરણાના ફૂલો કદી કરમાશે નહીં.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.🙏
પોસ્ટ વાચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇
Thanks for this Shradhanjali Message in Gujarati
ગુજરાતી માટે પોસ્ટ લખી છે એ એક ખૂબ જ સરસ કામ કર્યું છે તમે🙏
બહુ જ સરસ
thank you🙏