શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા 50,000 ની સહાય | Namo Lakshmi Yojana Gujarat 2025
January 9, 2025 by [email protected]
Namo Lakshmi Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા કન્યાઓના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે આપણે તેવી જ એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ નમો લક્ષ્મી યોજના છે. જે કન્યાઓના શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ માટે બનાવવામાં આવેલી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓ દરરોજ શાળામાં હાજરી આપવા માટે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે.
આ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે (BPL) રહેતા પરિવાર માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં ભણતી દીકરીઓ માટે નાણાકીય સહાયના રૂપમાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. આ યોજના વિશે સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને અંત સુધી વાંચો.
Namo Lakshmi Yojana Gujarat 2025
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના 2025 |
વિભાગનું નામ | શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ |
કન્યાઓને મળતી કુલ સહાય | 50,000 રૂપિયા |
લાભાર્થીની પાત્રતા | ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લાભ મળશે. |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://cmogujarat.gov.in |
નમો લક્ષ્મી યોજનાનો હેતુ । Namo Lakshmi Yojana Purpose
નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ છે કન્યા બાળકોના શિક્ષણને પ્રોત્સાહિત કરવું અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવું. આ યોજના દ્વારા આર્થિક રીતે પછાત પરિવારોની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું અને તેમના શૈક્ષણિક સ્તરે પ્રગતિ લાવવી છે.
આ યોજનાનો લક્ષ્ય એ છે કે કન્યાઓને શિક્ષણ પૂરું કરવાની તક મળી રહે, તેમજ શાળામાં નિયમિત હાજરી આપતા અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત થતા તેમના ભવિષ્યને વધુ મજબૂત બનાવવું.
નમો લક્ષ્મી યોજનામાં લાભાર્થીની પાત્રતા । Namo Lakshmi Yojana Eligibility
નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી બનવા માટે નીચે મુજબની પાત્રતા રાખવી જરૂરી છે:
1. શૈક્ષણિક લાયકાત:
- કન્યા બાળકીઓએ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી હોવી જોઈએ.
- આવિશ્યક છે કે વિદ્યાર્થીની શાળામાં નિયમિત હાજરી આપે.
2. આર્થિક પાત્રતા:
- આ યોજના મુખ્યત્વે આર્થિક રીતે પછાત (BPL) પરિવારોની દીકરીઓ માટે છે.
- આવક પુરાવા (બિનધારીત આવક પ્રમાણપત્ર) આવશ્યક છે.
3.હાલની નિવાસી સ્થિતિ:
- લાભાર્થીએ ગુજરાત રાજ્યમાં નિવાસ કરી રહી હોવી જોઈએ.
4. પરિવાર પરિસ્થિતિ:
- વિદ્યાર્થીનીના માતાપિતા અથવા તેને ઉછેરનારનું આર્થિક સ્થિતિ નબળી હોવી જોઈએ.
આ પાત્રતા સાથે જ, દીકરીઓને આ યોજનાથી લાભ મળવાનું છે, જે તેમને શિક્ષણ માટે પ્રોત્સાહિત અને સશક્ત બનાવે છે.
નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય । Namo Lakshmi Yojana Benefit
આ યોજનામાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે.
ધોરણ-9 અને ધોરણ-10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવમાં આવશે. જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને ધોરણ-10 માં 5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બાકીનાં 10,000 રૂપિયા ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.
ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-11 માં 7,500 રૂપિયા અને ધોરણ-12 માં 7,500 રૂપિયા પ્રમાણેની સહાય આપવામાં આવે છે. એમ કુલ 15,000 રૂપિયા આપવામાં આવે છે. બાકીનાં 15,000 રૂપિયા ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.
નમો લક્ષ્મી યોજના જરૂરી દસ્તાવેજો | Namo Lakshmi Yojana Required Documents
નમો લક્ષ્મી યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે.
- જન્મ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- શૈક્ષણિક પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- બેંક ખાતું
- શાળા પ્રમાણપત્ર
આ દસ્તાવેજો સાથે ઉમેદવાર નમો લક્ષ્મી યોજનામાં સહાય માટે અરજી કરી શકે છે.
નમો લક્ષ્મી યોજના અરજીની પ્રક્રિયા । Namo Lakshmi Yojana Online Apply
આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની થશે. જેના માટે Namo Lakshmi નામનું પોર્ટલ બનાવવામાં આવશે. ઓનલાઈન અરજી કેવી રીતે થશે તેની માહિતી નીચે મુજબ છે.
- નમો લક્ષ્મી યોજના માં અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે.
- આ યોજના માટે શાળાઓ દ્વારા નમો લક્ષ્મી નામનું Portal બનાવવામાં આવશે.
- આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીનાં વાલીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે. જો લાભાર્થીનાં વાલી ના હોય તો, સહાયની રકમ લાભાર્થીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે.
- આ યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓ ની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓ ની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર મૂકવામાં આવશે.
- જો વિદ્યાર્થીનિની સરેરાશ હાજરી 80% થી ઓછી હશે, તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
- જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહીં.
- રિપીટર વિદ્યાર્થીનિઓ ને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં.
- જો વિદ્યાર્થીની ને કોઇ અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હશે, તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો
નમો લક્ષ્મી યોજના શું છે?
નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક યોજના છે, જેનાં અંતર્ગત બાળકન્યાઓ માટે શૈક્ષણિક અને આર્થિક સહાયની પૂર્તિ કરવામાં આવે છે.
નમો લક્ષ્મી યોજનાનો હેતુ શું છે?
નમો લક્ષ્મી યોજનાનો મુખ્યત્વે હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માટેની લાભાર્થીની પાત્રતા શું છે?
ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
Namo Lakshmi Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?
આ યોજનાનો લાભ ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને આપવામાં આવે છે.