ધોરણ નવમાં ભણતી તમામ દીકરીઓને મળશે મફત સાયકલ | Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025

Rate this post
Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025 1

January 6, 2025 by [email protected]

Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025: સરસ્વતી સાધના સાયકલ યોજના એ એક કન્યાલક્ષી યોજના છે. આ યોજનાએ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેની એક અનોખી પહેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ કન્યાઓનું શિક્ષણનું સ્તરને ઊંચું લાવવાનું છે, અને તેમની શાળામાં આવવાની હાજરીને વધારવાનું છે. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં સારા શિક્ષણ માટે શાળાઓનું અંતર મોટી સમસ્યા બની રહે છે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ધોરણ નવ માં ભણતી દીકરીઓને મફતમાં સાયકલ આપવામાં આવે છે. આ યોજનાથી મુખ્ય રીતે આર્થિક નબળા વર્ગની દીકરીઓને શાળાએ નિયમિત જવા માટે મદદરૂપ થાય છે. આજે આપણે આ યોજનાના લેખની અંદર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Sarasvati Sadhana Cycle Yojana Gujarat 2025

યોજનાનું નામસરસ્વતી સાધના સાયકલ યોજના
વિભાગનું નામગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ
મળવા પાત્ર લાભમફત સાયકલ વિતરણ કરવામાં આવશે.
લાભાર્થીધોરણ 9માં ભણતી તમામ દીકરીઓ
સત્તાવાર વેબસાઈટhttps://sje.gujarat.gov.in/schemes

સરસ્વતી સાધના સાઇકલ યોજનાનો હેતુ । Sarasvati Sadhana Cycle Yojana Purpose

સરસ્વતી સાધના સાયકલ યોજના નો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું અને દીકરીઓની શાળામાં આવવાની હાજરી વધારવાનો મુખ્ય હેતુ છે. જેના દ્વારા દીકરીઓ શૈક્ષણિક અને સામાજિક રીતે સશક્ત બનશે.

સરસ્વતી સાધના સાઇકલ યોજનામાં મળતી સહાય । Sarasvati Sadhana Cycle Yojana Benefit

આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને જુદા-જુદા લાભો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનાથી ધોરન-8 પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી, તેઓને આગળનો અભ્યાસ કરવાની તક મળશે.
  • ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
  • સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ ધોરણ-9 માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
  • આ યોજનાથીઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધશે.
  • આ યોજનાના લીધે દીકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.

સરસ્વતી સાધના સાઇકલ યોજનામાં લાભાર્થીની પાત્રતા । Sarasvati Sadhana Cycle Yojana Eligibility

આ યોજનાનો લાભ કોણે- કોણે મળશે તેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી કન્યા અનુસુચિત જાતિની હોવી જોઈએ.
  • સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવશે.
  • હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને લાભ આપવામાં આવશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
  • શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.

સરસ્વતી સાધના સાઇકલ યોજના જરૂરી દસ્તાવેજો | Sarasvati Sadhana Cycle Yojana Required Documents

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક પુરાવા માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  1. કન્યાનો જાતિનો દાખલો
  2. આવક અંગેનું પ્રમાણપત્ર
  3. ધોરણ-9 માં અભ્યાસ કરે છે તેનો પુરાવો
  4. સ્કૂલમાં ફી ભર્યાની પહોંચ

સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ લેવા માટે કઈ કચેરી નો સંપર્ક કરવો?

આ યોજનાનો લાભ લેવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.

ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

સરસ્વતી સાધના સાયકલ યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના છે?

સરસ્વતી સાધના સાઈકલ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના છે.

સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે?

આ યોજનાનો લાભ રાજ્યમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિની દીકરીઓને લાભ આપવામાં આવે છે.

સરસ્વતી સાધના યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે?

આ યોજના હેઠળ કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે.


Leave a Comment

x