November 10, 2024 by RB CHAUDHARY
Kuvarbai Nu Mameru Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ કન્યાઓ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા દીકરીઓનો વિકાસ થાય અને સક્ષમ બને. તેવી જ એક કલ્યાણકારી યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ કુંવરબાઈનું મામેરુ યોજના છે જેને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે, આજે આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Kuvarbai Nu Mameru Yojana 2024
યોજનાનું નામ | કુંવરબાઈનુ મામેરુ યોજના 2024 |
યોજનાનો ઉદ્દેશ્ય | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી તમામ કન્યાઓ |
મળવા પાત્ર સહાય રકમ: 01 | તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય |
મળવા પાત્ર સહાય રકમ: 02 | ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
માન્ય વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
કુંવરબાઈનું મામેરુ યોજનાનો હેતુ
રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.
કુંવરબાઈનું મામેરુ યોજના પાત્રતા અને માપદંડ
મિત્રો Kuvarbai Mameru Yojana યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.
- કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
- સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
- આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
- ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
- જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
કુંવરબાઈનુ મામેરુ યોજના જરૂરી દસ્તાવેજો
કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. કુંવરબાઈનું મામેરું યોજના દસ્તાવેજો નીચે પ્રમાણે હોવા જરૂરી છે.
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- કન્યા નો જાતિનો દાખલો
- યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- કન્યાના પિતા/વાલીનું એકરારનામું
- કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
કુંવરબાઈનું મામેરુ યોજનામાં મળવા પાત્ર સહાય
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.12,000/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.10,000/- ની સહાય ચૂકવવામાં આવશે.
કુંવરબાઈનું મામેરુ યોજના પીડીએફ ફોર્મ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Kuvarbai Nu Mameru Yojana For SEBC તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા SC જ્ઞાતિઓની કન્યાઓ માટે અરજી પત્રક બહાર પાડેલ છે.
Kuvarbai Nu Mameru Yojana 2024 ફોર્મ મેળવવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ પર થી ડાઇરેક્ટ ડાઉનલોડ કરી શકાશે.
કુંવરબાઈનું મામેરું યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
- સૌ પ્રથમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઈ સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ
- esamajkalyan.gujarat.gov.in મુલાકાત લો.
- જો તમે આ વેબસાઈટ પર નવા છો તો નોંઘણી બટન પર ક્લિક કરો.
- અહીં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે.
- આ પછી તમારે તમારા આઇડી પાસવર્ડ થી લૉગિન પોર્ટલ પર કરવાનું રહશે.
- ડેશબોર્ડ પરથી તમારી જાતિ પસંદ કરો.
- હવે તમારે કુવરબાઈનુ મામેરુ યોજના યોજના માટે અરજી પર ક્લિક કરવાનું રહેશે.
- આ પૃષ્ઠ પર તમામ જરૂરી માહિતી દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરો.
- આખરે ફોર્મ સબમિટ કર્યા પછી, કુવરબાઈ નુ મામેરુ યોજના માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે.
ઓટો રીક્ષા અને લોડીંગ રીક્ષા પરિવહન યોજના 2024: સાધન ખરીદવા માટે 2 લાખની લોન મળશે | Auto And Loading Rickshaw Parivahan Yojana 2024
કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઇન status ચકાસો
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. જેની લિંક નીચે આપેલી છે.
સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા માટે અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો |
ઓનલાઇન એપ્લિકેશન સ્ટેટસ જોવા માટે અહીં ક્લિક કરો |
FAQs-વારંવાર પૂછાતા પ્રશ્નો
કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાકીય સહાય આપવાનો છે.
કુંવરબાઈનું મામેરું યોજનાના લાભાર્થી કોણ છે?
કુંવરબાઈનું મામેરું યોજનાની લાભાર્થી ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી તમામ કન્યાઓ છે.
કુંબરબાઈનું મામેરુ લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
કન્યાઓ e samaj kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે?
રાજ્યની કન્યાઓ તા: 01/04/2021 પહેલાં લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય મળશે.