Happy New Year Quotes in Gujarati
આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એવી મારી શુભેચ્છા🌹🌹🌹
😇 Happy New Year 😇
સૌ ગુજરાતી ભાઈ-બહેનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
આપનું નવું વર્ષ સુખ, સમૃદ્ધિ, સોહાર્દ અને સુખાકારી લાવનારું બને તેવી ભગવાન ને પ્રાર્થના.
સાલ મુબારક… ✨🌟
નુતન બેન , વર્ષા બેન , અને અભિનંદન ભાઈ ના રામ રામ🙏🙏
😇…..નવા વર્ષના જય શ્રી કૃષ્ણ….😇
આજથી શરૂ થતું નવું વર્ષ આપના માટે સુખ સમૃદ્ધિ લાવે અને ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.
નૂતન વર્ષનું પ્રત્યેક સૂર્યકિરણ ઉમંગ અને ઉલ્લાસનો નવો ઉજાસ આપ સૌના પરિવાર પર સદૈવ આશીર્વાદ રૂપ વરસતો રહે અને આ નવું વર્ષ આપ સૌ માટે આનંદમય, સુખમય અને શાંતિપૂર્ણ રહે એજ પ્રભુ પાસે પ્રાર્થના…
🌷 નવા વર્ષ ની શુભેચ્છાઓ 🌷
New Year Poem in Gujarati
🌷 સાલ મુબારક 🌷
આજ મુબારક કાલ મુબારક,
આપને આવતું સાલ મુબારક.
સો સો સફળતાઓ સર કરે,
મજબૂત મક્કમ ચાલ મુબારક.
ખુશમિજાજ અને સ્વસ્થ રહો,
કાચબા સમાન ઢાલ મુબારક.
મૈત્રી – સંબંધોમાં સતત વહે,
અવિરત એવો વ્હાલ મુબારક.
‘રખડુ’ હું સમસ્ત જગતમાં,
મને પણ એવા હાલ મુબારક.
આ પણ જુઓ
Rangoli Design For New Year
મિત્રો રંગોળી એક કળા છે. જે ખાસ કરીને નૂતન વર્ષના થોડા દિવસ પેહલાથી જ ઘરના આંગળ માં દોરવામાં આવે છે. અને કોઈ પ્રસંગો હોય ત્યારે પણ રંગોળી દોરવામાં આવે છે. નીચે એક સરસ 9 to 9 Dots Rangoli Design નો વિડિઓ આયપો છે.
New Year Wishes App:- Click Here
નૂતન વર્ષ વિશે
ગુજરાતીનું નવું વર્ષ, જેને બેસતું વરસ (બેઠક વર્ષ) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવાળી પછીના દિવસે ઉજવવામાં આવે છે અને તે પાંચ દિવસીય દિવાળી પર્વનો ચોથો દિવસ છે. હિન્દુઓનું નવું વર્ષ કારતક સુદ એકમ પર છે (જે વિક્રમ સવંતના પ્રથમ મહિનાનો પ્રથમ દિવસ છે. ‘કારતક‘ આ નવા વર્ષમાં પ્રથમ મહિનો છે જ્યારે ‘એકમ’ પ્રથમ દિવસનો સંદર્ભ આપે છે).
નવા નાણાકીય વર્ષની શરૂઆત નિમિત્તે વિશ્વભરના હિન્દુ સમુદાય નવા વર્ષની ઉજવણી કરે છે અને લોકો તેમની ચિંતા તેમની પાછળ મૂકી દે છે અને નવી શરૂઆતને આવકારવાની તૈયારી કરે છે. હિન્દુઓ દિવાળીથી બીજા દિવસે તહેવારો સાથે ચાલુ રહેશે અને તેમના ઘરોને રંગોળી પેટર્ન અને પુષ્પમાળા, હળવા દીયાઓથી સજાવશે અને ફટાકડા ફોડશે.
લોકોએ નવા વર્ષોના દિવસે નવા કપડા પહેરવાની અને તેમના વડીલોનો આશીર્વાદ મેળવવા માટે આદર બતાવવાની પરંપરા છે. રીવિલર્સ પરિવાર અને મિત્રોની મુલાકાત લઈને પૈસાની ભેટ અને ઘરેલું મીઠાઈઓ લેશે અને નવા વર્ષ માટે આરોગ્ય અને સમૃદ્ધિની ઇચ્છા કરશે. લોકો દેવતાઓને પૂજા અર્ચના કરવા મંદિરોની પણ મુલાકાત લેશે.
મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા 2024, અને Nutan Varshabhinandan Wishes in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.