100+ New ગુજરાતી જોક્સ 2023 (હસી-હસી ને લોટ-પોટ થઇ જશો)

4.1/5 - (30 votes)

Comedy Jokes in Gujarati

પપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા
દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો?
પપ્પા : આ તારી પહેલી સેલેરી છે.
દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું?
પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં WhatsApp ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 🤣

દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી?
મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું?
દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?😂😂

gujarati jokes
gujarati jokes

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂

સર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે .
સ્ટુડન્ટ : રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.
😅😅😅

કૃષ્ણને ૧૬૧૦૮ રાણી છતાય પોતાના મિત્ર સુદામાને નહોતા ભૂલ્યા આજકાલના છોકરાઓને ૧ બૈરુ મળી જાય ભાઈબંધના ફોન ય નથી ઉપાડતા સાલુ લાગી આવે ખરેખર 😂

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,
RELIANCE એ JIO ખાલી એટલા માટે જ લોન્ચ કર્યું છે કે, ભારત માં કેટલા “મફતિયા” છે તેની ગણતરી થાય…
😜😝😝😝😝

Gujarati jokes with images
Gujarati jokes with images

એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે.
પહેલો પાગલ : કેમ ?
બીજો પાગલ : તેં હેલ્પેટ નથી પહેર્યું.
પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.
😜😂😜

બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો?
એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 😝😝😝

છગન કેળું ખરીદવા ગયો,
છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે?
કેળાંવાળો : ૧૦ રૂપિયા..
છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને.
કેળાંવાળો : ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે.
છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.
😂😂😂

જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!
જગો:- હેલ્લો કોણ?
છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા
જગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?
છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!
જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????
છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો!
જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!
😂😂😂😂😂😂😂😂

આ પણ જુઓ:- 

જોક્સ વાંચવાનું ચાલુ રાખવા Page No.3 પર ક્લિક કરો…👇


x