Top 4 Short Moral Story in ગુજરાતી 2024, Stories in Gujarati With Moral

4.4/5

બાળકોને હંમેશા વાર્તાઓ સાંભળવી તો ગમતી જ હોય છે. અને તેમાં પણ Short Moral Story in Gujarati, તો ચાલો આજે તેવી જ Top 4 Moral Story in Gujarati કેહવા જય રહી છું જોકે તે બહુજ સરસ વાર્તાઓ છે.

Short Moral Story in Gujarati
Short Moral Story in Gujarati

Short Moral Story in Gujarati

મિત્રો નીચે ખુબજ સરસ બાળકો માટે Stories in Gujarati With Moral આપેલ છે. જયારે બાળક સ્ટોરી સાંભળવા માટે જીદ કરે ત્યારે, તમે તેને આ Moral Stories in Gujarati કહી શકો છો. મને આશા છે કે તમને આ ગુજરાતી વાર્તાઓ પસંદ આવશે.

1. લાલચું ચકલી

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી.

લાલચું ચકલી
લાલચું ચકલી

ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે.

તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી.

તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મુકી દીધું.

એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.

થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઇ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઇ.

બધા પક્ષી કહેવા લાગ્યા – અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ.

Moral of the story:- જે ઉપદેશક પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો જ થાય છે.

આ પણ જુઓ:- Top 3 Gujarati Varta

2. ઉપકારનો બદલો

એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્‍યા નહોતી. શિયાળો આવી પહોંચ્‍યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્‍ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરું તો બચ્‍ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્‍યા હોય તો બચ્‍ચાંને તેમાં રહેવા દોને.’

ઉપકારનો બદલો
ઉપકારનો બદલો

કૂતરો ભલો હતો. તે બોલ્‍યો, ‘બચ્‍ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્‍યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’

કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’ Moral Story in Gujarati

કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્‍ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’

કૂતરો બોલ્‍યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્‍યારે ઘર ખાલી કરી આપજે.’

કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્‍યો, ‘હવે તો બચ્‍ચાં મોટાં થઈ ગયાંને?’

કૂતરીએ રોફ દેખાડતાં કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’ Gujarati Varta

કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્‍યા ને જોરથી ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્‍યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્‍યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો.

Moral of the story:- બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો!

આ પણ જુઓ:- 100+ Gujarati Wishes for Birthday

3. Akbar Birbal Story: ફળોનો રાજા

શહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારીઓ માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું.

Akbar Birbal story in gujarati
Akbar Birbal story in gujarati

બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલને બોલાવ્યો.

બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ. તે અકબરની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”.

તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો

4. અકબર અને બીરબલની વાર્તા – ઉંટની ગરદન વાંકી કેમ ?

અકબર બિરબલ ના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી?

ઉંટની ગરદન વાંકી કેમ
ઉંટની ગરદન વાંકી કેમ

એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બીરબલ પણ તેમની સાથે હતાં, અકબરે ત્યાં એક ઉંટને ફરતું જોયું. અકબરે બિરબલને પુછ્યું, બીરબલ કહે તો, ઉંટની ગરદન વળેલી કેમ હોય છે?

બીરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઉંટ કોઈની સાથે વાયદો કરીને ભુલી ગયું છે, જેના લીધે ઉંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભુલી જાય છે ભગવાન તેની ગરદન આ ઉંટની જેમ વાળી દે છે. આ એક રીતની સજા છે.

ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બીરબલને એક વાયદો કર્યો હતો અને ભુલી ગયાં છે. તેમણે બીરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બીરબલને તેની પુરસ્કારને રકમ સોંપી દિધી અને કહ્યું હવે તો મારી ગરદન ઉંટની જેમ નહિ વળી જાય ને બીરબલ ! આટલુ કહીને અકબર જોરથી હસી પડ્યાં. અને આ રીતે બિરબલે પણ માંગ્યા વિના ચતુરાઈથી પોતાનો પુરસ્કાર મેળવી લીધો.

Note:– આ વાર્તાઓ(storys) ને ક્યાં લેખકે(Author) લખી છે તે હું જાણતો નથી, તેથી જો તમે જાણતા હોવ તો નીચે Comment Box માં જરૂર લખજો.

સમાપન

જો મિત્રો તમને અમારી ભેગી કરેલ આ Top 4 Short Moral Story in Gujarati 2024 પસંદ આવી હોય તો નીચે comment માં લખજો. અને હા આવી અવનવી પોસ્ટનો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


x