Top 3 ગુજરાતી વાર્તાઓ 2024 | Gujarati Varta | Gujarati Stories With Moral

4/5

Gujarati Varta નાના હોય કે મોટા બધાને સાંભળવી ગમતી હોય છે. વાર્તાઓ એ માધ્યમ છે કે જેના દ્વારા આપણે બાળકોને સારા સંસ્કાર આપી શકીએ. એજ કારણ છે કે આપણે બધા આપડા દાદા-દાદી પાસે થી વિવિધ પ્રકરની બાળવાર્તા સાંભળી ને મોટા થયા છીએ. આ લેખમાં હું તમને Top 3 Gujarati Stories with Moral કહીશ જે ખુબજ રસપ્રદ છે. 

Top 3 Gujarati Varta
Top 3 Gujarati Varta

Gujarati Varta

અહીં નીચે ખુબજ સુંદર નવી વાર્તાઓ, Akbar Birbal Gujarati Story, Gujarati Bal Varta, Story for Kids in GujaratiShort Moral Story in Gujarati અને Gujarati Bodh Varta જેવી નાના બાળકોની વાર્તા આપેલ છે. જે જયારે તમારું બાળક વાર્તા સાંભળવાની જીદ કરે ત્યારે તેમને વાર્તા કહેવામાં મદદરૂપ થશે.

1. ગપ્પોળીયા રમણકાકા 

મોહનગઢ નામનું એક ગામ હતું. ત્યાં ગામના બધા લોકો હળીમળીને રેતા. ત્યાંના મોટાભાગના લોકો પ્રમાણિત અને મહેનતુ હતા. ગામમાં રામણકાકા રેહતા, તે પણ ભલા હતા પણ ગપ્પા મારવાથી ટેવાયેલા હતા.

Gujarati Bal Varta
Gujarati Bal Varta

એક દિવસે રામણકાકા પ્રવાસે ગયાને ગામના બધા લોકોને કેહતા ગયા કે વિશ્વના પ્રવાસે જાવ છું. તેમને બધા લોકોએ શુભેચ્છા પાઠવી ને વિદાય આપી. 

હવે… રામણકાકાના ગયાને એક વર્ષ થય ગયું પણ રામણકાકા પાછા નહતા આવ્યા. ગામના બધા લોકોને નિરાંત હતી, કમકે લોકોને રામણકાકાના ગપ્પા સાંભળવા નહોતા પડતા.

આખરે એકવર્ષ પછી રામણકાકા પાછા આવ્યા. ગમના આગેવાનો અને એમના મિત્રોએ તેમનું સ્વાગત કર્યું અને એમના માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યું. રાત્રે ગામના મુખી, પોલીસપટેલ, શેઠ, અને શિક્ષક જેવા અગેરે આગેવાનો આવ્યા હતા. 

રાત્રી ભોજન પછી આ બધા મેહમનોએ રામણકાકાને પૂછ્યું કે તમારા પ્રવાસની વાત તો કરો…

રામણકાકા: અરે દોસ્ત! બહુ મજા આવી ગઈ. હું તો નજીકના રામપુર ગામે ગયો. ત્યાંથી સ્ટીમરમાં બેસી ગયો, સ્ટીમર આખું વિશ્વ (દુનિયા) ફરવાની હતી. મધદરિયે તો એવો રોમાંચ આવ્યો કે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! આજ સમયમાં અચાનક વવાજોડું આવ્યું, અમારું વાહન હાલકડોલક થવા લાગ્યું. જોતા જ જોતા થોડીવારમાં તો સ્ટીમર ભાંગી પડી ને બધા લોકો ડૂબવા લાગ્યા. મારા હાથમાં એક મોટું પાટિયું આવીગયું ને હું એને ચોંટી વળ્યો.

ખબર નથી કે હું, કેટલા દિવસ એ પાટિયા પર તરતો રહ્યો. આમ તરતા-તરતા હું એક કિનારે આવી પોહોચ્યો. તે કિનારે ઉતરિયો, હું ભૂખ્યો તરસ્યો હતો. ત્યાંના લોકો ખૂબ સારા હતા, મને ખાવાનું આપ્યું, મારી સારવાર કરી. પછી મને ખબર ઓડી કે એ ટાપુનું નામ “મ્યાન ટાપુ” છે.

ત્યાં હું ઘણા દિવસો રહ્યો, સાજો-નરવો થઈ ગયો. પછી મેં ત્યાંના લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે, મારે મારા ગામ “મોહનગઢ” જવું છે. તે બધા ભલા લોકોએ મને વાહનમાં બેસાડીને આપણા વતનને કિનારે પહોંચાડ્યો. ત્યાંથી હું રખડતા-ભટકતા 2 મહિને આપણે ગામ પહોંચ્યો.

આટલું સંભાળિયા બાદ ગામના શિક્ષક રાકેશભાઈ કહે, વાત માન્યામાં નથી આવતી. “મ્યાનટાપુ” તો અહિયાંથી હજારો કિલોમીટર દૂર છે તો તમેં પાટિયા પર તરતા-તરતા ત્યાં કેમ પહોચ્યા?

રામણકાકા: તમારે ન માનવું હોય તો મને કોય વાંધો નથી. પણ હું ત્યાં જય આવ્યો છું. ત્યાંના લોકો એટલા ઉચ્ચા છે કે એક જણ તો બે માળ જેટલો ઊંચો, એનું મોં જોવા મારે ઝાડ પર ચડવું પડ્યું.

શિક્ષકે ફરી કહ્યું: રામણકાકા આતો ગપુ જ છે હો!😂

રામણકાકા: તમે મને “મ્યાનટાપુ” પર લય જાવ, હું તમને આ વાત માટે સાક્ષી લ્યાવી આપું. અને ત્યાં એક માણસ તો એટલો જાડો હતો કે જાણે તમે વડના ઝાડનું થડ જ જોઈ લ્યો.

શિક્ષક રાકેશભાઈ કઈક બોલવા ગયા ત્યાંતો રામણકાકાએ ફરી કહ્યું, આ વાત માટે પણ હું સાક્ષી લાવી સકુ જો તમે મને મ્યાનટાપુ પર લય જાવ.

હવે બધાને ખબર પડી ગઈ હતી કે રામણકાકા ને નહિ પહોચી શકાય. અને કાકાને પણ ખબર હતી કે આ બધાને હું જે કહીશ એ માનવું જ પડશે. 

શિક્ષક રાકેશભાઈએ પૂછ્યું, કાકા તમને એ લોકો મુકવા કેમ આવ્યા?

રામણકાકા: કારણકે હું પણ ત્યાં પરાક્રમ બતાવી આવ્યો છું, મેં એવા એવા પરાક્રમ કારિયા છે કે વાત ન પૂછો. ને પછી એ લોકો મને માન આપવા લાગ્યા, પછી મેં એ લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે તો એ લોકો મને આદર અને માન પૂર્વક મુકવા આવ્યા.

શિક્ષક અશોકભાઈએ ફરી પૂછ્યું: તમે તો વળી એવા તે ક્યાં સાહસ અને પરાક્રમ બતાવ્યા?

રામણકાકા: અનેક સાહસ અને પરાક્રમ કર્યા હતા, હું તમને કહીશ તો તમે માનશો નહિ.

મુખીએ કાકાનો પાનો ચડાવતા કહ્યું: કહો તો ખરા!

રામણકાકા: એક જ સાહસ કહું, મેં એમના તળાવને એક જ કુદકામાં પાર કરી નાખ્યું હતું.

શિક્ષક રાકેશભાઈ: તળાવ સાવ નાનું હશે.

રામણકાકા: અરે! એવું કંઈ હોય! આપણા ગામના તળાવ જેટલું જ મોટું હતું. પણ તમે નહિ માનો, મારી સાથે ચાલો “મ્યાનટાપુ” હું તમને સાક્ષી લ્યાવી આપું.

શિક્ષક રાકેશભાઈ: હવે તમે બરોબર લાગમાં આવ્યા છો, કાકા! આપણે “મ્યાનટાપુ” જવાની જરૂર નથી. તમે આપણા ગામનું તળાવ કુદી બતાવો એટલે અમે માની લઈએ કે તેમે જે કઈ કીધું એ બધું સાચું છે.

આ સાથે જ… તરત મુખી, શેઠ, પોલીસપટેલ બધાએ કહ્યું, વાત સાચી છે. રામણકાકા ચાલો આપણા ગામના તળાવને કુદી બતાવો એટલે આપણે આ રાકેશભાઈનું મો બંધ કરી દઈએ.

પણ… રામણકાકાની તો બોલતી બંધ થય ગઈ હતી, એ હવે શુ બોલે? અને બધા સામું બસ જોઈ રહ્યા…

શિક્ષક રાકેશભાઈ: મને ખબર જ હતી કે તમે ગપ્પા મારો છો.

અંતે રામણકાકા તો કશું બોલી જ ન શક્યા અને ગામના લોકો એમના પર ખડખડાટ હસવા લાગ્યા. એવામાં રામણકાકા ચૂપચાપ ઉભા થયા અને પોતાના ઘર તરફ ભાગી વળ્યાં…

આ પણ જુઓ:- Top 5 Short Moral Story in Gujarati

2. Akbar Birbal Gujarati Story

અકબર અને બીરબલ ની વાર્તાઓ તો બધા ને સાંભળવી ગમતી જ હોય છે, કેમકે તેમાં એક સુંદર મજાનો ‘બોધ’ આપેલ હોય છે. અહીં નીચે બુદ્ધિમાન બીરબલની એક “કમનસીબ કપૂરચંદ” નામની Moral Story in Gujarati આપેલ છે જે તમને ગમશે.

કમનસીબ કપૂરચંદ

અકબર બીરબલ કમનસીબ કપૂરચંદ ની વાર્તા
અકબર બીરબલ કમનસીબ કપૂરચંદ ની વાર્તા

દિલ્હી શહેરમાં કપુરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે. તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોટું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય. તેને ખાવાનું પણ ન મળે! 

એક વાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી. તેને થયું : કપૂરચંદ ખરેખર આવો છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને બોલાવ્યો. બાદશાહ જાગીને તેના શયનખંડની બહાર આવ્યો કે કપૂરચંદને જોયો. તેણે તેને આવકાર આપ્યો. એટલામાં એક દાસી હાંફળી-ફાંફળી ત્યાં આવી. તેણે કહ્યું, “માલિક, બેગમસાહેબા એકાએક બિમાર પડ્યાં છે. આપને બોલાવે છે.” 

બાદશાહ સીધો જનાનખાનામાં ગયો. જોયું તો બેગમ તાવથી ધ્રૂજતી હતી. તેણે તરત હકીમને બોલાવ્યો, આ દોડાદોડીમાં દસ વાગી ગયા. સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો. 

અકબર જનાનખાનામાંથી બહાર આવ્યો કે એક મંત્રી રાજ્યના અગત્યના કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો. કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજદરબારમાં ગયો. ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી. આ દરમિયાન એક હજૂરિયાએ આવીને કહ્યું. “ હજૂર, ભોજન માટે આપની રાહ જોવાય છે.”

અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું. તે જમવા બેઠો, પણ ભોજન ઠંડું થઈ ગયું હતું. તેણે રસોઈયાને બોલાવીને ધમકાવ્યો, નવી સ્વાદિષ્ટ રસોઈ કરી લાવવાનો હુકમ કર્યો. ભૂખ, થાક અને દોડાદોડીને લીધે અકબરના પેટમાં ચૂંક આવવા લાગી. તેણે હકીમને બોલાવ્યો. હકીમે આજનો દિવસ ન ખાઈને હોજરીને આરામ આપવાનું કહ્યું. 

રાત્રે પથારીમાં પડ્યાં-પડ્યાં અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. તેને થયું, આજે સવારે કપૂરચંદનું મોટું જોયું હતું તેનું જ આ પરિણામ! મારા જેવા બાદશાહને, પણ ભૂખ્યા રહેવું પડ્યું! આ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે. તેણે અમલદારને બોલાવી હુકમ કર્યો, “કપૂરચંદને ગિરફતાર કરીને આવતી કાલે ફાંસીએ ચડાવી દો.” 

અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. કપૂરચંદ તેને જોતાં જ તેના પગમાં પડ્યો. તે બોલ્યો, “બાપજી, હું વગર વાંકે માર્યો જાઉં છું . મને બચાવો.” 

બિરબલે બધી વાત જાણી લીધી. પછી તેને ફાંસીના માંચડે લટકાવે તે પહેલાં શું કરવું તેની સૂચનાઓ આપી. ફાંસીના માંચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું, “બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે?” કપુરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો. કપૂરચંદ તેના પગમાં પડી બોલ્યો, “જહાંપનાહ, આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવું પડ્યું, પણ આપ મારો તો વિચાર કરો! મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું. આપને તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, પરંતુ મારે તો જિંદગી ગુમાવવી પડી! માલિક, આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ, તેને બદલે … જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે ?” 

અકબર એકદમ વિચારમાં પડી ગયો. તેણે તેને સજામાંથી મુક્ત કર્યો. પછી હસતાં-હસતાં પૂછ્યું, “કપૂરચંદ, સાચું કહેજે, તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને!” 

કપૂરચંદે હા પાડી. પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો.

આ પણ જુઓ:- 100+ Gujarati Jokes

3. વિધાતા નો ખેલ 

માનગઢ નામના એક રાજ્યની વાત છે. ત્યાંના રાજા વિજયસિંહ ખૂબ દયાળુ અને ન્યાયી હતા. એમના રાજ્યની પ્રજા ખૂબ સુખી હતી પરંતુ રાજા ખૂબ દુઃખી હતા. કારણ કે એમના રાજકુંવર ઉદયસિંહ ઘણા દુબળા-પાતળા હતા. વૈદ શ્રીનું કહેવું કતું કે રાજકુંવર નાના હતા ત્યારે એમના પેટમાં એક સાપ ઘૂસી ગયો હતો અને એ સાપ ઉદયસિંહ જે કઇ ખાય એ ખાય લે છે. રાજકુંવર માટે ખૂબ દવાઓ કરી, બાધા-આખડી કરી. પણ રાજકુંવર સાજા થતાં જ નહોતા.

Gujarati Story for Kids
Gujarati Story for Kids

હવે રાજકુંવર ઉદયસિંહ યુવાન થયા તો પણ તેમના પિતા વિજયસિંહ પુત્રના રોગના કારણે ખૂબ દુઃખી રહેતા હતા. એક રાત્રે ઉદયસિંહ રાજમહેલની બારે નીકળ્યા અને સદા કપડામાં ચાલતા ચાલતા રાજ્યની બહાર નીકળી ગયા. ત્યાંથી પણ તેઓ દિવસો સુધી ચાલતા રહ્યા અને એક બીજા જ રાજ્યમાં આવી પહોંચ્યા.

રામગઢ નામનું એ રાજ્ય હતું. ઉદયસિંહ કોઈને કહ્યું નહિ કે પોતે એક રાજકુંવર છે અને નગરમાં તેઓ ફરીને ખાવાનું માંગી લાવે અને નગર બહાર આવેલા એક મંદિરમાં રાતવાસો કરે. ઉદયસિંહે સાંભળીયુ કે અહીંના રાજા ખૂબ મહેનતુ છે પણ સાથે ખૂબ ક્રૂર પણ છે. એમની ભાનુ નામની રાજકુંવરી ખૂબ દયાળુ અને ભલા સ્વભાવની છે. અને તે પિતાના ક્રૂર કર્મોની નિંદા કરતી.

રાજાને આ કારણે ભાનુ પર ક્રોધ આવતો અને એક દિવસ રાજાએ નક્કી કર્યું કે ભાનુંને મારા રાજ્યના સૌથી ગરીબ એક ભિખારી સાથે પરણાવી દવ જેથી એને ભાન થાય કે મારી સખત મહેનત કેટલી જરૂરી છે.

રાજા વલ્લભશીહે ઉદયસિંહને નગરમાં ભીખ માંગતા જોયો. તરત તેમણે વિચાર્યું કે આ ફાટેલા વસ્ત્રવરા ભિખારી સાથે જ ભાનુંને પરણાવી દવ. રાજાએ ભિખારીને બોલાવ્યો અને કહ્યું કે તારે મારી કુંવરી સાથે લગ્ન કરવાના છે. ભિખારી કહે મહારાજ હું બીમાર છું, ને મારી પાસે રહેવાને અહીંયા કોય જગ્યા પણ નથી. જો રાજકુંવરી ભાનું મારી સાથે લગ્ન કરશે તો દુઃખી થશે. તમે પેહલા એમની મરજી પૂછી લો.

રાજા વલ્લભશીહે કહ્યું કે મારે એને દુઃખી જ કરવી છે અને રાજાએ ભાનુંને બોલાવી કહ્યું કે આ ભિખારી સાથે પરણવાનું છે. ભાનું વિચારમાં પડી ગઈ કે પિતાશ્રી મને દુઃખમાં ધકેલવા માંગે છે, જરૂર વિધાતાનો કોય આમાં ખેલ છે. અને ભાનુએ કહ્યું ભલે પિતાશ્રી જેવી તમારી ઈચ્છા. બીજે જ દિવસે ભાનું અને ઉદયસિંહના લગ્ન થઈ ગયા. અને બંને એ નગરના બહાર આવેલા મંદિરમાં રહેવાં આવતા રહ્યા. ઉદયસિંહ નગરમાંથી ભીખ માંગી લાવતા અને ભાનું મંદિરને વાળીને સાફ કરી રાખતી. બંને જમ્યા પછી ઉદયસિંહ ઊંઘી જતા અને ભાનું તેમને જોયા કરતી અને વિચારતી કે આ વ્યક્તિ તેમના દુઃખ માટે ભગવાનને ફરિયાદ પણ નથી કરતો…. કોણ હશે આ?

આ રીતે અઠવાડિયું વીતી ગયુ. એક દિવસ ઉદયસિંહ બપોરે જામીને ઊંઘી ગયો અને ભાનું પાણી ભરવા ગઈ હતી. પાણી ભરીને આવતા રસ્તામાંથી જોયું કે ઉદયસિંહના મુખમાંથી એક સાપ બહાર મોં કાઢીને બેઠો. સામે રસ્તા પર પણ એક સાપ બેઠો એની સાથે વાત કરી રહ્યો છે. રસ્તા પરના સાપે કહ્યું કે તું આવા ભલા માણસના પેટમાંથી બહાર કેમ નથી નકડી જતો? શુ કામે એને દુઃખ આપી રહ્યો છે? ઉદયસિંહના પેટમાંનો સાપ બોલ્યો કે ભાગ અહીંથી, તું જાડીમાં રહી ઝેરી ડંખ મારનાર સાપ મને ભલાયનો પાઠ શીખવીશ. 

રાજકુંવરી ભાનુંએ સાપોને જોયા અને ધીરે-ધીરે અવાજ ના થાય એ રીતે નિજીક આવી. ભાનું યુદ્ધકલા શીખેલી હતી તેથી તેણે એક મજબૂત લાકડી ઉપાડીને ઉદયસિંહના મુખવાળા સાપને સટ્ટાક કરતા લાકડી મારી અને સાપ મરી ગયો. બીજો સાપ ભાગી ગયો, ઉદયસિંહના પેટવાળા સાપને ભાનુએ બહાર કાઢી દૂર ફેંકી દીધો.

ઉદયસિંહ ઉઠી ગયા અને જોયું કે પેટ સાવ હલકું હતું, તે કહે અચાનક મારુ પેટ હલકું લગે છે! ભાનુંએ બધી વાત કરી કહ્યું કે તાનારા પેટમાં સાપ હતો. મેં જોયું કે એને મો મહાર કાઢ્યું, મેં એને મારી નાખ્યો અને બહાર કાઢી ફેંકી દીધો.

ઉદયસિંહે કહ્યું વાહ! તમે તો કમાલ કરી દીધું, મારો રોગ મટાડી દીધો. મારા પિતા સાંભળશે તો કેટલા રાજી થશે! કોણ છે તમારા પિતા? રાજકુંવરી ભાનું એ કહ્યું.

માનગઢના રાજા વિજયસિંહ અને પછી ઉદયસિંહે ભાનુને આખી વાત કહી. ભાનુંએ કહ્યું તો ચાલો તમારા રાજ્યમાં જઈએ.

બંને માનગઢ આવ્યા, અને રાજમહેલમાં જઈને રાજા વિજયસિંહને આખી વાત કહી. આ બધું સાંભળીને રાજા ખુશ થય ગયા, અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. ભાનુના પિતા વલ્લભસિંહને કહેણ મલાવ્યું અને માનગઢમાં તેડાવ્યા.

વલ્લભસિંહ આવીને બોલી ઉઠ્યા, મેં એક ભિખારી સાથે ભાનુંના લગ્ન કરાવ્યા ને એ પણ રાજકુંવર નકળ્યો? આ સાંભળતા રાજકુંવરી ભાનું કહે, પિતાજી એ તો નસીબની વાત છે.

આ પણ જુઓ:- Love Shayari in Gujarati

હવે આજના Online સમયમાં તો વિવિધ પ્રકારના Gujarati Varta ના Application પણ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ તમે દરરોજ રાત્રે તમારા બાળકને એક નવી વાર્તા  સંભળાવવા માટે કરી શકો છો. અહીં નીચે તેવું જ 1000+ Gujarati Story વાળા App ની લિંક આપેલ છે. જે Application ને તમે તમારા મોબાઈલ install કરી દરરોજ ઉપયોગમાં લઇ શકો છો.

Download Gujarati Stories App:- Click Here

ચાલો તો હવે નીચે Comment કરી અને કહો કે આ Top 3 ગુજરાતી વાર્તાઓ તમને કેવી લાગી. મને તો આશા છે કે તમને પસંદ આવી હશે. અને આવીજ વધુ Gujarati Stories with Moral વાંચવા માટે આમરી Website jaduikahaniya ની મુલાકાત લેતા રેજો.


1 thought on “Top 3 ગુજરાતી વાર્તાઓ 2024 | Gujarati Varta | Gujarati Stories With Moral”

Comments are closed.

x