તારી આંખ નો અફીણી Lyrics in Gujarati 2024 [Must Read!]

3.6/5

તારી આંખ નો અફીણી ગુજરાત નું ખુબજ પ્રખ્યાત ગીત છે. તમને ખ્યાલ હોય તો તારક મેહતાના ઉલ્ટા ચશ્માં માં જેઠાલાલ ક્યારેક-ક્યારેક આ ગીત ગાતા હોય છે. તો ચાલો આપડે પણ Tari Aankh No Afini Lyrics in Gujarati જોઈએ.

Tari Aankh No Afini Lyrics in Gujarati
Tari Aankh No Afini Lyrics in Gujarati

તારી આંખ નો અફીણી

તારી આંખ નો અફીણી ગીતના Lyrics ને અહીં નીચે ગુજરાતી અને ઇંગલિશ એમ બંને ભાષામાં લખેલ છે, જેથી તમને વાંચવામાં સરળતા રહેશે. આ ગીત ને તમે તમારા સૌથી પ્રિય વ્યક્તિને સંભળાવી તેને Impress કરી શકો છો.

Tari Aankh No Afini Lyrics in Gujarati

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

Tari aankhno afini, tara bolno bandhani,
Tara rupni punamno pagal ekalo (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો…
હે તારા રૂપની…. તારી આંખનો અફીણી….

Aaj pivun darshannu amrut, Kal kasumbal kavo,
Tal purave dilni dhadakan, Prit bajave pavo,
Tari mastino matvalo aashak ekalo…
He tara rupni… Tari ankhno afini…

પાંખોની પડખે પરબડી, આંખો પૂછે પીયાવો,
અદલ બદલ તનમનની મૌસમ, ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…
હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

Pankhoni padakhe parabadi, aankho puche piyavo,
Adal badal tanmanni mosam, chatakano chakaravo,
Tara rang nagarno rasiyo nagar ekalo…
He tara rupni… Tari ankhno afini…

ધીમી ધીમી પગલી તારી, ધીમી કંઇક અદાઓ,
કમર કરે છે લચક અનોખી, રૂપ તણાં લટકાઓ,
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…
હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

Dhimi Dhimi pagali tari, Dhimi kaik adaao,
kamar kare che lachak anokhi, Rup tanaa latkaao,
Tari alabeli ae chalano chahak ekalo…
He tara rupni… Tari ankhno afini…

તું કામણગારી રાધા ને, હું કાનો બંસીવાળો,
તું ચંપા વરણી ક્રિષ્ન કળી, હું કામણગારો કાનો,
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…
હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

Tu kaman-gaari radha ne, Hu kano bansivado,
Tu champa varani krishna kadi, Hu kaman-gaaro kano,
Tara galani lali no grahak ekalo…
He tara rupni… Tari ankhno afini…

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…
હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

Rup jay aagadathi pachad, Jay juvani viti,
Pritvavadi sada chalakati, Jay jindagi piti,
Tara hasmukhada zilu chu ghayal ekalo…
He tara rupni… Tari ankhno afini…

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો,
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

Thari gaya kamanana dipak, Nava Nurano nato,
Zalak gai man paamartani, Navi aarati gato,
Tari paanine pagrasste chalu ekalo…
He tara rupni…Tari ankhno afini…

Tari Aankh No Afini Video Song

Tari Aankh No Afini Video Song

તારી આંખ નો અફીણી Song Detail

Artist: Dilip Dholakia
Album: Songs From Gujrati Films

Tari Aankh No Afini Lyrics PDF

Download Lyrics PDF:- Click Here

આ પણ જુઓ:

મિત્રો આશા રાખું છું કે, તમને મારી આ Tari Aankh No Afini Lyrics in Gujarati પોસ્ટ પસંદ આયવી હશે. અને આવી અવનવી પોસ્ટો નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો આભાર.


2 thoughts on “તારી આંખ નો અફીણી Lyrics in Gujarati 2024 [Must Read!]”

Leave a Comment

x