Top 3 ગુજરાતી વાર્તાઓ 2022 | Gujarati Bal Varta | Gujarati Stories With Moral

Gujarati Vartao નાના હોય કે મોટા બધાને સાંભળવી ગમતી હોય છે. વાર્તાઓ એ માધ્યમ છે કે જેના દ્વારા આપણે બાળકોને સારા સંસ્કાર આપી શકીએ. એજ કારણ છે કે આપણે બધા આપડા દાદા-દાદી પાસે થી વિવિધ પ્રકરની બાળવાર્તા સાંભળી ને મોટા થયા છીએ. આ લેખમાં હું તમને Top 3 Gujarati Stories with Moral કહીશ જે ખુબજ રસપ્રદ છે. 

Top 3 ગુજરાતી વાર્તાઓ | Gujarati Bal Varta | Gujarati Stories with Moral
Top 3 ગુજરાતી વાર્તાઓ | Gujarati Bal Varta | Gujarati Stories with Moral

 😇આર્ટિકલના ટોપિક અહીંયા છે.👇

{tocify} $title={Table of Contents}

Gujarati Vartao

અહીં નીચે ખુબજ સુંદર નવી વાર્તાઓ, Akbar Birbal Gujarati Story, Gujarati Bal Varta, Story for Kids in Gujarati, Short Moral Story in Gujarati અને Gujarati Bodh Varta જેવી નાના બાળકોની વાર્તા આપેલ છે. જે જયારે તમારું બાળક વાર્તા સાંભળવાની જીદ કરે ત્યારે તેમને વાર્તા કહેવામાં મદદરૂપ થશે.

1. ગપ્પોળીયા રમણકાકા  

મોહનગઢ નામનું એક ગામ હતું. ત્યાં ગામના બધા લોકો હળીમળીને રેતા. ત્યાંના મોટાભાગના લોકો પ્રમાણિત અને મહેનતુ હતા. ગામમાં રામણકાકા રેહતા, તે પણ ભલા હતા પણ ગપ્પા મારવાથી ટેવાયેલા હતા.
ગપ્પોળીયા રમણકાકા : Gujarati Bal Varta
એક દિવસે રામણકાકા પ્રવાસે ગયાને ગામના બધા લોકોને કેહતા ગયા કે વિશ્વના પ્રવાસે જાવ છું. તેમને બધા લોકોએ શુભેચ્છા પાઠવી ને વિદાય આપી. 
હવે… રામણકાકાના ગયાને એક વર્ષ થય ગયું પણ રામણકાકા પાછા નહતા આવ્યા. ગામના બધા લોકોને નિરાંત હતી, કમકે લોકોને રામણકાકાના ગપ્પા સાંભળવા નહોતા પડતા.
આખરે એકવર્ષ પછી રામણકાકા પાછા આવ્યા. ગમના આગેવાનો અને એમના મિત્રોએ તેમનું સ્વાગત કર્યું અને એમના માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યું. રાત્રે ગામના મુખી, પોલીસપટેલ, શેઠ, અને શિક્ષક જેવા અગેરે આગેવાનો આવ્યા હતા. 
રાત્રી ભોજન પછી આ બધા મેહમનોએ રામણકાકાને પૂછ્યું કે તમારા પ્રવાસની વાત તો કરો…
રામણકાકા: અરે દોસ્ત! બહુ મજા આવી ગઈ. હું તો નજીકના રામપુર ગામે ગયો. ત્યાંથી સ્ટીમરમાં બેસી ગયો, સ્ટીમર આખું વિશ્વ (દુનિયા) ફરવાની હતી. મધદરિયે તો એવો રોમાંચ આવ્યો કે ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! આજ સમયમાં અચાનક વવાજોડું આવ્યું, અમારું વાહન હાલકડોલક થવા લાગ્યું. જોતા જ જોતા થોડીવારમાં તો સ્ટીમર ભાંગી પડી ને બધા લોકો ડૂબવા લાગ્યા. મારા હાથમાં એક મોટું પાટિયું આવીગયું ને હું એને ચોંટી વળ્યો.
ખબર નથી કે હું, કેટલા દિવસ એ પાટિયા પર તરતો રહ્યો. આમ તરતા-તરતા હું એક કિનારે આવી પોહોચ્યો. તે કિનારે ઉતરિયો, હું ભૂખ્યો તરસ્યો હતો. ત્યાંના લોકો ખૂબ સારા હતા, મને ખાવાનું આપ્યું, મારી સારવાર કરી. પછી મને ખબર ઓડી કે એ ટાપુનું નામ “મ્યાન ટાપુ” છે.
ત્યાં હું ઘણા દિવસો રહ્યો, સાજો-નરવો થઈ ગયો. પછી મેં ત્યાંના લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે, મારે મારા ગામ “મોહનગઢ” જવું છે. તે બધા ભલા લોકોએ મને વાહનમાં બેસાડીને આપણા વતનને કિનારે પહોંચાડ્યો. ત્યાંથી હું રખડતા-ભટકતા 2 મહિને આપણે ગામ પહોંચ્યો.
આટલું સંભાળિયા બાદ ગામના શિક્ષક રાકેશભાઈ કહે, વાત માન્યામાં નથી આવતી. “મ્યાનટાપુ” તો અહિયાંથી હજારો કિલોમીટર દૂર છે તો તમેં પાટિયા પર તરતા-તરતા ત્યાં કેમ પહોચ્યા?
રામણકાકા: તમારે ન માનવું હોય તો મને કોય વાંધો નથી. પણ હું ત્યાં જય આવ્યો છું. ત્યાંના લોકો એટલા ઉચ્ચા છે કે એક જણ તો બે માળ જેટલો ઊંચો, એનું મોં જોવા મારે ઝાડ પર ચડવું પડ્યું.
શિક્ષકે ફરી કહ્યું: રામણકાકા આતો ગપુ જ છે હો!😂
રામણકાકા: તમે મને “મ્યાનટાપુ” પર લય જાવ, હું તમને આ વાત માટે સાક્ષી લ્યાવી આપું. અને ત્યાં એક માણસ તો એટલો જાડો હતો કે જાણે તમે વડના ઝાડનું થડ જ જોઈ લ્યો.
શિક્ષક રાકેશભાઈ કઈક બોલવા ગયા ત્યાંતો રામણકાકાએ ફરી કહ્યું, આ વાત માટે પણ હું સાક્ષી લાવી સકુ જો તમે મને મ્યાનટાપુ પર લય જાવ.
હવે બધાને ખબર પડી ગઈ હતી કે રામણકાકા ને નહિ પહોચી શકાય. અને કાકાને પણ ખબર હતી કે આ બધાને હું જે કહીશ એ માનવું જ પડશે. 
શિક્ષક રાકેશભાઈએ પૂછ્યું, કાકા તમને એ લોકો મુકવા કેમ આવ્યા?
રામણકાકા: કારણકે હું પણ ત્યાં પરાક્રમ બતાવી આવ્યો છું, મેં એવા એવા પરાક્રમ કારિયા છે કે વાત ન પૂછો. ને પછી એ લોકો મને માન આપવા લાગ્યા, પછી મેં એ લોકોને કહ્યું કે મારે મારા વતન જવું છે તો એ લોકો મને આદર અને માન પૂર્વક મુકવા આવ્યા.
શિક્ષક અશોકભાઈએ ફરી પૂછ્યું: તમે તો વળી એવા તે ક્યાં સાહસ અને પરાક્રમ બતાવ્યા?
રામણકાકા: અનેક સાહસ અને પરાક્રમ કર્યા હતા, હું તમને કહીશ તો તમે માનશો નહિ.
મુખીએ કાકાનો પાનો ચડાવતા કહ્યું: કહો તો ખરા!
રામણકાકા: એક જ સાહસ કહું, મેં એમના તળાવને એક જ કુદકામાં પાર કરી નાખ્યું હતું.
શિક્ષક રાકેશભાઈ: તળાવ સાવ નાનું હશે.
રામણકાકા: અરે! એવું કંઈ હોય! આપણા ગામના તળાવ જેટલું જ મોટું હતું. પણ તમે નહિ માનો, મારી સાથે ચાલો “મ્યાનટાપુ” હું તમને સાક્ષી લ્યાવી આપું.
શિક્ષક રાકેશભાઈ: હવે તમે બરોબર લાગમાં આવ્યા છો, કાકા! આપણે “મ્યાનટાપુ” જવાની જરૂર નથી. તમે આપણા ગામનું તળાવ કુદી બતાવો એટલે અમે માની લઈએ કે તેમે જે કઈ કીધું એ બધું સાચું છે.
આ સાથે જ… તરત મુખી, શેઠ, પોલીસપટેલ બધાએ કહ્યું, વાત સાચી છે. રામણકાકા ચાલો આપણા ગામના તળાવને કુદી બતાવો એટલે આપણે આ રાકેશભાઈનું મો બંધ કરી દઈએ.
પણ… રામણકાકાની તો બોલતી બંધ થય ગઈ હતી, એ હવે શુ બોલે? અને બધા સામું બસ જોઈ રહ્યા…
શિક્ષક રાકેશભાઈ: મને ખબર જ હતી કે તમે ગપ્પા મારો છો.
અંતે રામણકાકા તો કશું બોલી જ ન શક્યા અને ગામના લોકો એમના પર ખડખડાટ હસવા લાગ્યા. એવામાં રામણકાકા ચૂપચાપ ઉભા થયા અને પોતાના ઘર તરફ ભાગી વળ્યાં…
આ પણ જુઓ:- Top 5 Short Moral Story in Gujarati

2. Akbar Birbal Gujarati Story

અકબર અને બીરબલ ની વાર્તાઓ તો બધા ને સાંભળવી ગમતી જ હોય છે, કેમકે તેમાં એક સુંદર મજાનો ‘બોધ’ આપેલ હોય છે. અહીં નીચે બુદ્ધિમાન બીરબલની એક “કમનસીબ કપૂરચંદ” નામની Moral Story in Gujarati આપેલ છે જે તમને ગમશે.
અકબર બીરબલ : કમનસીબ કપૂરચંદ ની વાર્તા
કમનસીબ કપૂરચંદ

દિલ્હી શહેરમાં કપુરચંદ નામનો એક શ્રીમંત વેપારી રહે. તેના વિશે લોકોમાં એવી માન્યતા ફેલાયેલી હતી કે સવારના પહોરમાં કપૂરચંદનું મોટું જે જુએ તેનો આખો દિવસ ખરાબ જાય. તેને ખાવાનું પણ ન મળે! 
એક વાર બાદશાહ અકબરને આ વાતની ખબર પડી. તેને થયું : કપૂરચંદ ખરેખર આવો છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. અકબરે બીજા દિવસે વહેલી સવારે કપૂરચંદને બોલાવ્યો. બાદશાહ જાગીને તેના શયનખંડની બહાર આવ્યો કે કપૂરચંદને જોયો. તેણે તેને આવકાર આપ્યો. એટલામાં એક દાસી હાંફળી-ફાંફળી ત્યાં આવી. તેણે કહ્યું, “માલિક, બેગમસાહેબા એકાએક બિમાર પડ્યાં છે. આપને બોલાવે છે.” 
બાદશાહ સીધો જનાનખાનામાં ગયો. જોયું તો બેગમ તાવથી ધ્રૂજતી હતી. તેણે તરત હકીમને બોલાવ્યો, આ દોડાદોડીમાં દસ વાગી ગયા. સવારના નાસ્તાનો સમય ચાલ્યો ગયો હતો. 
અકબર જનાનખાનામાંથી બહાર આવ્યો કે એક મંત્રી રાજ્યના અગત્યના કામ માટે એમની રાહ જોતો ત્યાં ઊભો હતો. કામ ખૂબ અગત્યનું હોવાથી અકબર તેની સાથે રાજદરબારમાં ગયો. ત્યાં બીજા મંત્રીઓ સાથે કામની ચર્ચા કરી. આ દરમિયાન એક હજૂરિયાએ આવીને કહ્યું. “ હજૂર, ભોજન માટે આપની રાહ જોવાય છે.”
અકબરને હવે જ ખ્યાલ આવ્યો કે જમવાનું ઘણું મોડું થઈ ગયું હતું. તે જમવા બેઠો, પણ ભોજન ઠંડું થઈ ગયું હતું. તેણે રસોઈયાને બોલાવીને ધમકાવ્યો, નવી સ્વાદિષ્ટ રસોઈ કરી લાવવાનો હુકમ કર્યો. ભૂખ, થાક અને દોડાદોડીને લીધે અકબરના પેટમાં ચૂંક આવવા લાગી. તેણે હકીમને બોલાવ્યો. હકીમે આજનો દિવસ ન ખાઈને હોજરીને આરામ આપવાનું કહ્યું. 
રાત્રે પથારીમાં પડ્યાં-પડ્યાં અકબર આજના દિવસનો વિચાર કરવા લાગ્યો. તેને થયું, આજે સવારે કપૂરચંદનું મોટું જોયું હતું તેનું જ આ પરિણામ! મારા જેવા બાદશાહને, પણ ભૂખ્યા રહેવું પડ્યું! આ માણસ શહેરના લોકો માટે ખતરનાક છે. તેણે અમલદારને બોલાવી હુકમ કર્યો, “કપૂરચંદને ગિરફતાર કરીને આવતી કાલે ફાંસીએ ચડાવી દો.” 
અમલદારો બીજા દિવસે કપૂરચંદને ફાંસીના માંચડા તરફ લઈ જતા હતા. બન્યું એવું કે એ વખતે બિરબલ ત્યાંથી પસાર થતો હતો. કપૂરચંદ તેને જોતાં જ તેના પગમાં પડ્યો. તે બોલ્યો, “બાપજી, હું વગર વાંકે માર્યો જાઉં છું . મને બચાવો.” 
બિરબલે બધી વાત જાણી લીધી. પછી તેને ફાંસીના માંચડે લટકાવે તે પહેલાં શું કરવું તેની સૂચનાઓ આપી. ફાંસીના માંચડે પહોંચ્યા પછી અમલદારે કપૂરચંદને પૂછ્યું, “બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે?” કપુરચંદે બાદશાહને રૂબરૂ મળવાની ઈચ્છા દર્શાવી. એ જ વખતે બાદશાહ જાતે ત્યાં આવી પહોંચ્યો. કપૂરચંદ તેના પગમાં પડી બોલ્યો, “જહાંપનાહ, આપે સવારમાં મારું મોઢું જોયું તેથી આપને તકલીફમાં મુકાવું પડ્યું, પણ આપ મારો તો વિચાર કરો! મેં પણ સવારે આપનું મોઢું જોયું હતું. આપને તો આખા દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, પરંતુ મારે તો જિંદગી ગુમાવવી પડી! માલિક, આપનું મોં જોનારનું તો નસીબ ખુલી જવું જોઈએ, તેને બદલે … જો મને ફાંસી મળે તો લોકો શું કહેશે ?” 
અકબર એકદમ વિચારમાં પડી ગયો. તેણે તેને સજામાંથી મુક્ત કર્યો. પછી હસતાં-હસતાં પૂછ્યું, “કપૂરચંદ, સાચું કહેજે, તને આવું કહેવાનું બિરબલે શીખવ્યું હતું ને!” 
કપૂરચંદે હા પાડી. પોતાને મુક્ત કરવા માટે તેણે બાદશાહનો આભાર માન્યો.
આ પણ જુઓ:- 100+ Gujarati Jokes

Read more

26મી જાન્યુઆરી Speech and Essay in Gujarati 2022 {પ્રજાસત્તાક દિન}

પ્રજાસત્તાક દિન ને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે પ્રજાસત્તાક દિન નો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીના દિવસે ઉજાવવામાં આવે છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા અને કોલેજોમાં ભાષણ અને નિબંધ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જો તમે પણ આ સર્ધામાં ભાગ લીધો છે તો, તમને આ 26 January Speech in Gujarati 2022 અને 26 મી જાન્યુઆરી નો નિબંધ ઉપયોગી થશે. આવનારી તારીખ 26 January 2022 ના રોજ ભારત 73 માં Republic Day ની ઉજવણી કરવા જય રહ્યું છે. 

26 January Speech and Essay in Gujarati
26 January Speech and Essay in Gujarati

અહીં નીચે ખુબજ સુંદર Republic Day Speech in Gujarati, 26 જાન્યુઆરી સ્પીચ ગુજરાતી, 26 January Anchoring Script in Gujarati 26 મી જાન્યુઆરી નો નિબંધ અને 26 January Essay in Gujarati આપેલ છે. જે તમને ગણતંત્ર દિવસ પાર ભાષણ આપવા કે નિબંધ લખવામાં મદદરૂપ થશે.

26 January Speech in Gujarati 2022

અત્રે ઉપસ્થિત મારા આદરણીય આચાર્યશ્રી, મહેમાન ગણ, સર અને મારા પ્રિય વિધાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક (ગણતંત્ર) દિવસ વિષે બે શબ્દો કેહવા મંગુ છે જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી.
આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ છે. 1930 માં રાવી નદીના કિનારે કોંગ્રેશના લાહોર અધિવેશનમાં ‘પંડિત જવાહરલાલ નહેરુ’ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કે “જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહિ મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે”. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સવતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી. 
સાર્વભોમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26 મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ‘રાજપથ’ ખાતે લહેરાવવામાં આવે છે. અને પછી રાષ્ટ્રગાન શરુ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે ‘રાજપથ’ પર પરેડ કરે છે.
એ જ રીતે 26મી જાન્યુઆરી 1950 ના રોજ ભારત, ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.
હવે, હું મારા શબ્દોને અહીં જ રોકવા મંગુ છું અને તમારો, મારુ ભાષણ/વક્તવ્ય/Speech સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત

26 January Essay in Gujarati

આપણો દેશ ભારત 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો ત્યારબાદ આપણા દેશ માટે બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી.  અને આ બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે આપણા બંધારણ ની રચના કરી જેને 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાના 284 સભ્યોએ તેના પર સહી કરી સ્વીકાર્યું. આ જ બંધારણને આપણે 26 જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં મૂક્યું તેથી આપણે આ અમલની તારીખને પ્રજાસતાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીયે છીએ.
ગુજરાત No.1 GK Quiz App:- Click Here
26મી જાન્યુઆરી ના દિવસે એટલે કે પ્રજાસત્તાક (ગણતંત્ર) ના દિવસે આપણા આખા દેશમાં સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. અને રાષ્ટ્રઘ્વજને સલામી આપવાની સાથે-સાથે આપણું રાષ્ટ્રગાન જન ગણ મન પણ ગવાય છે.  
દિલ્હીમાં, લશ્કરની ત્રણે પાંખો લશ્કરી વાહનો સાથે પરેડ કરે છે અને રાષ્ટપતિ તેમની સલામી ઝીલે છે. તેની સાથે જુદા-જુદા રાજ્યોના વિકાસ, સમૃદ્ધિ અને સંસ્કૃતિની ઝાંખીઓ બતાવતા રથો નીકળે છે. આ પ્રસંગને રેડીઓ અને TV પર દેશભરમાં દૂરદર્શન ચેનલ પર સવારે 8 વાગ્યે બતાવવામાં આવે છે. જેને જોવા માટે લોકો આતુરતાથી સવારમાં TV કે રેડીયો પાસે સજ્જ થઇ જતા હોય છે.
જે રીતે દિલ્લી, દેશની રાજધાની માં પ્રજાસત્તાક દિવસે આ ભવ્ય આયોજન થાય છે. તેવી જ રીતે રાજ્યોના પાટનગરમાં પણ આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાકના દિવસે જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ ધ્વજારોહણ કરે તેવી જ રીતે રાજ્યોમાં રાજ્યપાલ ધ્વજારોહણ કરે છે.
શાળા અને કોલેજોમાં વહેલી સવારમાં જ પ્રજાસત્તાક દિન નું  આયોજન કરવામાં આવતું હોય છે. આ એક દિવસ ના આયોજન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ મહિના પહેલાથી તૈયારી શરુ કરી દેતા હોય છે.
26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ એ એક રાષ્ટ્ર ભાવનાની પ્રેણના આપનારો તહેવાર છે.

Read more