India payment bank: તમે ઘરે બેઠા આધાર ATMમાંથી ઉપાડી શકશો રોકડ

5/5

India payment bank: તમે ઘરે બેઠા આધાર ATMમાંથી ઉપાડી શકશો રોકડ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે શરૂ કરી નવી સુવિધા.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ઓનલાઈન આધાર ATM (AEPS) સુવિધા શરૂ કરી છે. તેની મદદથી ગ્રાહકો ઘરે બેઠા રોકડ મેળવી શકશે. તેમને બેન્ક અથવા નજીકના એટીએમ બૂથ પર જવાની જરૂર રહેશે નહીં. આ સર્વિસમાં સ્થાનિક પોસ્ટમેન ઘરે ઘરે રોકડ પહોંચાડશે.

આ પેમેન્ટ સર્વિસ સંપૂર્ણપણે આધાર સિસ્ટમ પર આધારિત છે. તેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ માટે બેન્ક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ સુવિધા દ્વારા રોકડ ઉપાડ ઉપરાંત, બેલેન્સની પૂછપરછ અને એકાઉન્ટ ડિટેલ્સ ચેક કરી શકાય છે.

કેસ મેળવવાની પ્રોસેસ

ઘરે બેઠા રોકડ મેળવવા માટે, સૌથી પહેલા તમારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની વેબસાઈટ પર જઈને અરજી કરવી પડશે. આ પછી પોસ્ટમેન માઈક્રો એટીએમ સાથે ગ્રાહકના ઘરે પહોંચશે. ગ્રાહકે માત્ર બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવાનો રહેશે. આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. ઓળખની ચકાસણી થતાં જ પોસ્ટમેન રોકડ પહોંચાડશે. આ પૈસા ગ્રાહકના બેન્ક ખાતામાંથી કાપવામાં આવશે.

કેટલો ચાર્જ લાગશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક અનુસાર, ઘરે બેઠા રોકડ માંગવા માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો કે, બેન્ક આ ડોર સ્ટેપ સર્વિસનો ઉપયોગ કરવા માટે સર્વિસ ચાર્જ વસૂલી શકે છે.

એક સમયે કેટલી રકમ મંગાવી શકાય?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને પ્રતિ AEPS ટ્રાન્ઝેક્શનની મેક્સિમમ લિમિટ રૂપિયા 10,000 નક્કી કરી છે.

કસ્ટમર્સે ટ્રાન્ઝેક્શન માટે યોગ્ય બેન્ક પસંદ કરવી પડશે. પ્રાઇમરી એકાઉન્ટમાંથી જ રકમ કાપવામાં આવશે. જો ખોટી આધાર વિગતો દાખલ કરવામાં આવશે અથવા ખોટી બેન્ક પસંદ કરવામાં આવશે તો ટ્રાજેક્શન ડિકલાઇન થશે.

આ રીતે ઉપયોગ કરી શકાશે

સૌ પ્રથમ, વેબસાઇટ (https://ippbonline.com) પર જાઓ અને ડોર સ્ટેપ બેન્કિંગનો ઓપ્શન પસંદ કરો. અહીં તમે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું, પિન કોડ, તમારા ઘરની નજીકની પોસ્ટ ઓફિસ અને જે બેન્કમાં તમારું ખાતું છે તેનું નામ દાખલ કરો.

– આ પછી તમારે I Agreeના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, પોસ્ટમેન ટુંકસમયમાં તમારા ઘરે પહોંચી જશે અને રોકડ ઉપાડની પ્રક્રિયા પૂર્ણ કરશે.


x