LRD Police Bharti 2023

LRD Police Bharti 2023; ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.

પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર

LRD Police Bharti 2023; ગુજરાત પોલીસમાં નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ (Gujarat police physical test 2023) લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

LRD Police Bharti 2023

ડિપાર્ટમેન્ટનું નામLok Rakshak Bharti Board (LRB)
પોસ્ટનું નામપોલીસ કોન્સ્ટેબલ (LRD Police Bharti 2023)
કુલ જગ્યાઓ8000+
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટwww.police.gujarat.gov.in

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

  • બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
  • બિન હથિયારી PSIની 325
  • જેલ સિપાહી પુરુષની 678
  • જેલ સિપાહી મહિલાની 57

આ પણ જુઓ:- 2000ની નોટ પાછી ખેંચાશે

જુઓ ક્યારે આવશે ભરતી?

વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. LRD Police Bharti 2023 તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

અમારા ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment

x