Chandrayan 3: ચન્દ્રયાન 3 આજે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે

Chandrayan 3: ચન્દ્રયાન 3 આજે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે: લાઈવ લોકેશન જુઓ: આપણાં દેશના ISRO દ્વારા 14 જુલાઇ 2023 ના રોજ ચન્દ્રયાન 3 નું સફળ લોંચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે આપણાં દેશના તમામ લોકો એ ગૌરવ અનુભવ્યો હતો. ભારત દેશ પોતાનું યાન ચંદ્ર સુધી પહોચડવામાં સફળ બન્યું છે.

આની પહેલા ગયા સમયમાં ચન્દ્રયાન 2 નું લોંચિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ નિવડ્યું હતું. પરંતુ Isro દ્વારા ફરીથી chandrayan 3 નું સફળ લોંચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે હાલની સ્થિતિએ ચન્દ્રયાન 3 ક્યાં પહોચ્યું છે. તો આવો જોઈએ chandrayan 3 નું લાઈવ લોકેશન.

Chandrayan 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં

Chandrayan 3 ને ચંદ્ર પર ઉતરવા માટે માત્ર 20 દિવસ બાકી છે. 1 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3 એ ચંદ્રની ભ્રમણ કક્ષાના માર્ગમાં એન્ટર થયું હતું, તે સમયે તેની ઝડપ 38,520 કિલોમીટર પ્રતિ કલાક હતી. જોકે હવે તેની સ્પીડ ઘટીને 37,200 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. આજે તે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે.

ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ.

Indian Space Research Organization (ISRO) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ ભાગનું અંતર કાપી લીધું છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100% પરિણામ અપેક્ષિત છે, કારણ કે ISROના વૈજ્ઞાનિકોએ અગાઉ પણ આ સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન 3 અત્યારે લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે આશરે 7:00 કલાકે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે. આ સમયે, ચંદ્રયાન 3 ચંદ્રથી લગભગ 40,000 કિલોમીટર દૂર હશે અને આ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની અસર પણ શરૂ થાય છે. જણાવી દઈએ કે ચંદ્રયાન 3ને 14 જુલાઈએ ચંદ્ર તરફ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISRO ના બતાવ્યા મુજબ જ્યારથી ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી ચંદ્રયાનની ભ્રમણ કક્ષામાં કુલ 5 વખત ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટના રોજ Slingshot પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને હવે 5 ઓગસ્ટ સાંજે 7 વાગ્યે, ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં એન્ટર થશે. ISROએ જણાવ્યું કે ચંદ્રયાન 3ને ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશવામાં આવશે જ્યારે તેની ઈચ્છિત ભ્રમણકક્ષા ચંદ્રની સૌથી નજીક હશે.

Lunar Orbit Injection

આ પ્રક્રિયાને Lunar Orbit Injection (LOI) કહેવાય છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં એન્ટર થયા બાદ, Chandrayan 3 આગામી થોડા દિવસો સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરશે અને ધીરે ધીરે ફેરફારો કરીને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં પહોંચશે. Isroના સૂચવ્યા મુજબ ચંદ્રયાન 3નું Lender Rover 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ શકે છે . તમને જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને જ પોતાના Landers ને ચંદ્રની સપાટી પર ઉતાર્યા છે. આ વખતે સફળ લેન્ડિંગ બાદ ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની ભરતી

લેન્ડર અને Propulsion model ક્યારે અલગ હશે?

5 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે Chandrayan 3 ચંદ્રની કક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક જવાની કોશિશ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન 3 લગભગ 100 કિમીની કક્ષામાં આવશે. તે જ દિવસે Propulsion model અને લેન્ડર મોડેલ એક બીજાને અડીને હશે. આ પછી 18થી 20 ઓગસ્ટ સુધી Lander model પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને D Orbit કરવાનો પ્રયત્ન કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની કક્ષામાં પહોંચી જશે. જો ચંદ્રયાન 3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર Soft landing કરવાની કોશિશ કરશે.

ભારત આવું કરનાર ચોથો દેશ

જો Soft landing સફળ થાય છે, એટલે કે જો મિશન સફળ રહે છે, તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. US અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા અનેક અવકાશયાન ક્રેશ થયા હતા. 2013 માં Change 3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. નોંધનીય છે કે, Lunching ખર્ચ વગર ચંદ્રયાન 3નું બજેટ લગભગ રૂ. 615 કરોડ છે, જ્યારે હાલમાં રીલીઝ થયેલ ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. 700 કરોડ હતું. એટલે કે ચંદ્રયાન 3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તી છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર 375 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

અગત્યની લિન્ક

Live Location માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો

Leave a Comment

x