ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ | EPIC ID CARD DOWNLOAD: ભારતીય ચૂંટણી પંચ દ્વારા 1 ફેબ્રુઆરી 2022 થી ચૂંટનીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ થઈ શકે તે માટે e-Epic નામની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા તમે તમારો Epic નંબર એટલે કે ચૂંટનીકાર્ડ નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરીને ચૂંટણી કાર્ડ ઘરેબેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ
ભારતીય ચૂંટણી પંચ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી હવે ડિજિટલ ચૂંટનીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ પોર્ટલ માં ઓનલાઈન ચૂંટનીકાર્ડ ડાઉનલોડ કરવા સિવાય ચૂંટનીકાર્ડ માં સુધારા વધારા કરવા માટેની પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કોણ કરી શકે?
ચૂંટનીકાર્ડ સાથે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તેવા તમામ લોકો ઓનલાઈન ચૂંટનીકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
ચૂંટનીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાના સ્ટેપ
- સૌ પ્રથમ ભારતીય ચૂંટણીપંચ ની ઓફિશિયલ વેબસાઈટ www.nvsp.in ની મુલાકાત લો.
- જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌ પ્રથમ તમારે આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમને Download e-Epic નામનો ઑપ્સન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- નવું પેજ ઓપન થાય તેમાં Epic અથવા રેફરન્સ નંબર નાખીને તમારું રાજ્ય સિલેક્ટ કરીને Search બટન પર ક્લિક કરો.
- સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ નીચે તમારા ચૂંટણી કાર્ડની ડિટેલ્સ જોવા મળશે તે ચેક કરીને નીચે Send OTP બટન પર ક્લિક કરો.
- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવે તે દાખલ કરો.
- OTP દાખલ કર્યા બાદ નીચે લીલા અક્ષરમાં OTP Verification Done Successfully લખેલું આવશે.
- ત્યારબાદ નીચે આપેલ Captcha Code દાખલ કરીને Download e-Epic ઑપ્સન પર ક્લિક કરો.
- ત્યારબાદ PDF સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયેલું ચૂંટનીકાર્ડ તમારું છે કે નહીં તેના વેરિફિકેશન માટે એક QR Code આપવામાં આવેલો હશે.તેને સ્કેન કરવાથી તે ચૂંટનીકાર્ડ તમારું છે કે નહીં તે વેરીફાય કરી શકો છો.
આમ, ઉપરના સરળ સ્ટેપ દ્વારા તમે ડિજિટલ ચૂંટનીકાર્ડ ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકો છો.
ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |