Assembly elections Date

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી, 2022

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા

પંચે કહ્યું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.

  • 1274 વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે.
  • 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
  • દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
  • 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે- 283 મતદારો છે
  • 1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
  • સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે
  • 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે
  • 9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
  • 4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે.
  • 2017માં 700 ટ્રાન્સજેન્ડર મતદારો હતા જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે.

બે તબક્કામાં મતદાનની સંભાવના

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

  • પહેલો તબક્કો : 01/12/2022
  • બીજો તબક્કો : 05/12/2022
  • પરિણામ: 08/12/2022

નવા મતદારો ઉમેરાયા છે : EC


રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવા શોધવામાં આવ્યા છે જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે તે માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.


ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે: EC


ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન બુથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.


ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તેમાં 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે, બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરે જ જાહેર થશે હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે.

પત્રકાર પરિસદ આમંત્રણ લેટરClick Here

Leave a Comment

x