ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022: ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર તારીખ 07 નવેમ્બર 2022 થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર ની બીજી બેંચ માટે આ ભરતી કરવામાં આવશે. ત્રણેય સેનાઓમાં અગ્નિવીરો ની ભરતી માટે કેન્દ્ર સરકારે આ વર્ષે અગ્નિપથ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત દેશના 17.5 થી 23 વર્ષના યુવાઓ સેનાની ત્રણેય પંખોમાં અગ્નિવીર તરીકે જોડાઈ શકશે.
ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022
ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. વાયુસેના માં અગ્નિવીરો નું ના અગ્નિવીર વાયુ આપવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન એરફોર્સ માં અગ્નિવીરો ની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે. 4 વર્ષ બાદ 75% અગ્નિવીરો ને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે.
સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના |
પોસ્ટનું નામ | અગ્નિવીર વાયુ |
કુલ જગ્યાઓ | – |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 23 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | agnipathvayu.cdac.in |
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2022
ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023 માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો.
ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે ગણિત, ફિઝિક્સ અથવા અંગ્રેજી વિષય સાથે 12મુ ધોરણ 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ.અંગ્રેજી વિષયમાં 50 માર્ક્સ હોવા જરૂરી છે.
અન્ય લાયકાત ની માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
વય મર્યાદા
ઉમેદવાર ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.agnipath.cdac.in પર જઈને તારીખ 07 નવેમ્બર થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે –
- ઓનલાઈન ટેસ્ટ
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
- ફાઈનલ મેરીટ લિસ્ટ
અગ્નિવીર પગાર ધોરણ
વર્ષ | Customised Package (Monthly) | In Hand (70%) | Agniveers Corpus Fund (30%) |
પ્રથમ વર્ષ | Rs.30000/- | Rs.21000/- | Rs.9000/- |
બીજું વર્ષ | Rs.33000/- | Rs.23100/- | Rs.9900/- |
ત્રીજું વર્ષ | Rs.36500/- | Rs.25550/- | Rs.10950/- |
ચોથું વર્ષ | Rs.40000/- | Rs.28000/- | Rs.12000 |
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
- એર ફોર્સ અગ્નિવીર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ?છેલ્લી તારીખ 23 નવેમ્બર 2022
- એર ફોર્સ અગ્નિવીર ફોર્મ ભરવા માટેની લાયકાત ?મધ્યવર્તી/10+2/ સમકક્ષ પરીક્ષા અને ડિપ્લોમા
- એર ફોર્સ અગ્નિવીર ભરતી માં કેટલી જગ્યાઓ ખાલી છે?3500 (Approximately)