Cyclone Tej: હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, અને કયા કયા વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થશે?

Cyclone Tej Live Status: બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાત પર વધુ એક વાવાઝોડા નુ સંકટ તોળાઇ રહ્યુ છે. આ વાવાઝોડાનું નામ “તેજ” આપવામા આવ્યુ છે. વાવાઝોડાની દહેશત ને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે. આ વાવાઝોડા નો ટ્રેક શું હશે? પવનની ઝડપ કેટલી હશે? કયા લેન્ડફોલ થશે? તેની માહિતી આ પોસ્ટ માં જણાવીશું!

Cyclone Tej Live Status

ગુજરાત પર સંભવિત વાવાઝોડા ‘તેજ’નો ખતરો જોતા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામા આવી છે. સૌરાષ્ટૃ ના બંદરો પર લગાવાયા 2 નંબરના સિગ્નલ

  • અરબ દેશોમા ચક્રવાતી તોફાન ની વધુ અસર થશે.
  • 24 ઓકટોબર સુધી રહેશે વાવાઝોડાની અસર
  • ઓમાન અને યમન વચ્ચે ટકરાશે વાવાઝોડુ
  • વાવાઝોડાની અસર ને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટૃ મા તેજ પવન ફૂંકાશે
  • ગુજરાતમા રહેશે વાદળછાયુ વાતાવરણ
  • 24 ઓકટોબર આસપાસ બંગાળના ઉપસાગરમા પણ હળવુ દબાણ સર્જાશે
  • ઉતર ભારતનુ હવામાન પલટાતા ઠંડી વધશે.

કયા કયા વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમા સર્જાયેલ ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતાઓ દેખાઇ રહી છે. જોકે, હવામાન વિભાગે સાથે ચેતવણી આપતા એ પણ આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ તેનો રુટ ગમે ત્યારે બદલી શકે છે.

બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું તેવે સૌ પ્રથમ આગાહિ કરવામા આવી હતી પરંતુ ત્યારબાદ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. હાલની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગ તરફથી એવી આગાહિ કરવામા આવી છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.

લાઇવ સ્ટેટસ લાઇવ સ્ટેટસ જુઓઅહીં ક્લિક કરો
હવામાન વિભાગની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

x