Talati Exam Confirmation: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07-05-2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.
જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષાના ઉમેદવારોની આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. OJAS Talati Exam Confirmation 2023 જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.
OJAS Talati Exam Confirmation 2023
જાહેરાત ક્રમાંક | 10/2021-22 |
પોસ્ટ ટાઈટલ | OJAS Talati Exam Confirmation 2023 |
પોસ્ટ નામ | તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર |
કુલ જગ્યા | 3437+ |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7 મે 2023 |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર
મળતી માહિતી અનુસાર તલાટીની પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ યોજવામાં આવશે. ઉમેદવારોની વધારે સંખ્યાઓના લીધે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” – OJAS Talati Exam Confirmation 2023 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. OJAS Portal મારફતે ઉમેદવારો સંમતી આપી શકશે.
ઉમેદવારોએ ભરવાનું રહેશે પરીક્ષાનું સંમતિ ફોર્મ
તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે. જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.
Talati Exam 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ | અહીં ક્લિક કરો |
અમારા ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |